લીંબડી એપીએમસી માર્કેટમાં એપીએમસી તરફથી ચણા લેવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ ખેડૂત દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ખેડૂતોની હાલ કપરી પરિસ્થિતિ છે સરકાર સહાય કરે છે ત્યારે બીજી તરફ લીંબડી એપીએમસીમાં મોટો ચણાની ખરીદીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે જેવો આક્ષેપ ખેડૂત દ્વારા કરવામાં આવ્યો હતો.
તેમજ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતો જ્યારે ચણાનું વેચાણ કરવા એપીએમસીમાં આવે છે ત્યારે એક ખાતા દીઠ એક બકડીયુ ચણાનું ટેસ્ટીગ માટે લેવામાં આવે છે જે બકડીયામાં ઓછાંમાં ઓછા 4 થી 5 કિલો વજન જેટલો ચણાનો જથ્થો ખેડૂત પાસેથી લેવામાં આવે છે. જો ખેડૂત 5 થી 6 ખાતાના ચણા વેચવા આવે તો ખેડૂતો પાસેથી ઓછામાં ઓછા 25 કિલો ઉપર ચણા લેવામાં આવે છે અને ચણા ટેસ્ટીંગ કરીને ચણા પરત આપવામાં આવતા નથી તો આ ચણાનું શું થાય છે ક્યાં જાય છે જેઓ આક્ષેપ ખેડૂત દ્વારા કરવામાં આવ્યો હતો.
ત્યારે બીજી તરફ આ એપીએમસીમાં ફરજપરના સક્ષમ અધિકારીને આ બાબતે પુછતા અધિકારીએ જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા કરવામાં આવેલ આક્ષેપ તદ્દન ખોટા છે અને ચણા ટેસ્ટીંગ કર્યા બાદ વધેલા ચણા ખેડૂતોને પરત કરવામાં આવે છે ત્યારે ખેડૂતો અને એપીએમસીના અધિકારી સામે આક્ષેપ પ્રતિઆક્ષેપો કરવામાં આવ્યા હતાં ત્યારે ખેડૂત અને અધિકારી સામે તુતુમેમેના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે ખેડૂત દ્વારા પોતાના ચણા પરત ધરે લઈ જવાની ફરજ પડી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર