લીંબડી તાલુકામા દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે ત્યારે લીંબડી વેપારી એસોસિયેશન દ્વારા લીંબડી 6 દિવસ સુધી લોકડાઉન આપવામાં આવ્યું છે ત્યારે આજે લોકડાઉનના પહેલાં જ દિવસે માનવ અધિકાર નિગરાની સમિતિના તાલુકા ઉપપ્રમુખ ડીયુ પરમારે લીંબડી વેપારી એસોસિયેશનના પ્રમુખના ગોડાઉનનુ શટર ખુલતાં બબાલ મચાવી હતી
અને લીંબડી વેપારીઓ ઉપર ડબલ ભાવે ગતરોજ ચીજવસ્તુઓ વેચી છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે વેપારી એસોસિયેશનના પ્રમુખ જાફરભાઈ કોઠીયા સાથે વાત કરતા જાફરભાઈએ જણાવ્યું હતું કે કોઈ દુકાનનો માલ સામાન આવ્યો હોય તો સામાન ઉતારવા ગોડાઉન કે દુકાન ખોલી હોય ત્યારે ડીયૂ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શું લોકડાઉન એ નાના ગરીબ વેપારીઓ માટે જ છે ત્યારે ડીયુ પરમારે વિડિયો ઉતારેલ તેમાં સ્પષ્ટ ગોડાઉન ખુલ્લું દેખાય આવે છે ત્યારે આ બાબતે ડીયુ પરમારે બબાલ કરતા પોલીસ સ્થળ પર પહોંચી આવી હતી અને મામલો થાળે પડ્યો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર