Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરેન્દ્રનગર : લીંબડી પોલીસ સ્ટેશનમાં પોલીસવડાનાં અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરાયું.

Share

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા દ્વારા દર વર્ષે જિલ્લાના પોલીસ મથકોની કામગીરી તથા પ્રજાજનોની સુખાકારીની સાચી પરિસ્થિતિ જાણવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. ત્યારે લીંબડી પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસવડાના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો હતો. લીંબડી શહેર તેમજ તાલુકા ગ્રામ્યની પરિસ્થિતિ જાણવા માટે જિલ્લા પોલીસવડા દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકીય આગેવાનો, વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે એસ.પી. મહેન્દ્ર બગડીયાએ જણાવ્યું હતું કે, નિર્ભય અને નીડર બની પોલીસને મદદરૂપ બનવા અપીલ કરી હતી. તેમજ લીંબડીમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે કે નહીં ? તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો અને મીડીયાનો પણ આભાર માનીને કહ્યું હતું કે, આપ ગામની દરેક બાબતોથી જાણકાર હોવ છો તો આપ પણ અમને સહકાર આપો તેવી તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ લોક દરબારમાં લીંબડીમાંથી, પૂર્વ ચેરમેન શંકરલાલ દલવાડી, રઘુભાઈ ભરવાડ (વકીલ), કિશોરસિંહ રાણા, પ્રદ્યુમનસિંહ ઝાલા, દાનાભાઈ ભરવાડ, ઇલેશભાઈ ખાંદલા હાજર રહીને એસ.પી.ને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ચોરી અટકાવવા માટે શહેરમાં સી.સી.ટીવી લગાવવા, અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે રજુઆત કરવામાં આવી હતી, અને લીંબડી સી.પી.આઈ. આર.જે.રામ, લીંબડી પી.એસ.આઈ. એમ. કે. ઇસરાણી, તેમજ સર્વ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહયા હતા અને એસ.પી. મહેન્દ્રકુમાર બગડીયાએ સર્વેનો આભાર વ્યકત કરયો હતો. બાદમાં લીંબડીની વિવિધ જગ્યાઓની એસ.પી. મહેન્દ્રકુમાર બગડીયાએ રૂબરૂ મુલાકાત લીધી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

પંચમહાલમાં દારુબંધીના લીરેલીરા: પોપટપુરા પાસેથી ૩૫ લાખ ₹ ઉપરાંત નોવિદેશી દારુનો જથ્થો પકડાયો.

ProudOfGujarat

રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા જિલ્લામાં મહિલા સંગઠનની નિમણૂંક

ProudOfGujarat

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવતા ખેડા જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે વિજયોત્સવ મનાવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!