Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : લખતર જય ભીમ યુવા ગ્રુપ દ્વારા પોલીસની ભરતીમાં સંવિધાનિક અનામત બેઠકો અંગે થયેલ અન્યાય અંગે મામલતદારને આવેદનપત્ર અપાયું.

Share

પોલીસ સબ ઇન્સ્પેક્ટર બોર્ડ ૨૦૨૧ દ્વારા તાજેતરમાં ગુજરાત પોલીસ દળ વર્ગ -૩ PSI સંવર્ગની જગ્યાઓમાં સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીની જગ્યાઓમાં સંવિધાનિક અનામતની જગ્યાઓ પરિપૂર્ણ કરવા ભારતીય વિધાર્થી મોર્ચાના નેજા હેઠળ જય ભીમ યુવા ગ્રુપ દ્વારા લખતર મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને અનુ.જાતિ, અનુ.જનજાતિ તથા બેઠકો ઓછી ફાળવતાં અન્યાય થતો હોવાનું જણાવી તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ SC ની બેઠકમાં ૯૭ બેઠકની જગ્યાએ ૭૧ બેઠકો, ST ની બેઠકમાં ૨૦૭ બેઠકની જગ્યાએ ૨૦૨ તથા OBC ની બેઠકમાં ૩૭૩ બેઠકની જગ્યાએ ૩૪૦ જ બેઠકો ફાળવી આ બોર્ડ દ્વારા હળહળતો અન્યાય કરવામાં આવતો હોવાનું જણાવ્યું છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભાવનગર યુનિવર્સિટીનું બી કોમ. સેમે-6 ની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો યુવરાજસિંહ જાડેજાનો દાવો

ProudOfGujarat

રાજપીપળા : ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ કામદારના હસ્તે બંદીવાનને તિનકા તિનકા એવોર્ડથી સન્માનિત કરાયા.

ProudOfGujarat

સુરત: ઉમરપાડાના ઉંચવાણ ગામેથી હારજીતનો જુગાર રમાડતા શખ્સને પોલીસે ઝડપ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!