લીંબડી તાલુકામા એક અલગ જ પ્રકારની ચોરીએ ગતી પકડી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે કહેવાતી મારુતિ કંપનીની ઈકો કારમાંથી કારનું સાયલન્સર ચોરીએ લીંબડીમા ગતી પકડી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે લીંબડી કૃષ્ણનગર સોસાયટીમા રહેતા સોલંકી પ્રદિપભાઇ કાનજીભાઈની ઈકો કારના સાયલન્સરની ચોરી થવા પામી હતી ત્યારે આ પ્રદિપભાઇ સોલંકીના જણાવ્યા અનુસાર આવી ઈકો કારના સાયલન્સરની 9 થી 10 જગ્યાએ ચોરી થવા પામી છે તેમજ એમ પણ જણાવ્યું હતું કે આ ઈકો કારના સાયરન્સરમા પ્લેટીનીયમ ધાતુનો પાઉડર આવે છે અને આ પાઉડર ભારે મોઘો આવે છે તેમજ આ ધાતુમા મિશ્રણ કરવા માટે થાય છે અને આશરે આ પાઉડરની પ્રતિ એક કિલોએ આશરે અઢાર હજાર રૂપિયા હોય છે ત્યારે ગત રાત્રે આ પ્રદિપભાઇ સોલંકીની નવી જ ઈકો કારના સાયલન્સરની ચોરી થતાં પ્રદિપભાઇ લીંબડી પોલીસ સ્ટેશનમા ફરીયાદ અર્થે દોડી ગયા હતા પણ લીંબડી પોલીસ દ્વારા ફક્ત ફરીયાદ ની પણ અરજી લેવામાં આવી હતી જેઓ આક્ષેપ કાર માલીક પ્રદિપભાઇ કર્યો હતો ત્યારે હાલ લીંબડી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
કલ્પેશ વાઢેર:-સુરેન્દ્રનગર