Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : વિવિધ વોર્ડ વિસ્તારમાં સદસ્યોની પસંદગી કરવાની કામગીરી રાજકીય પક્ષો દ્વારા શરૂ.

Share

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા હેઠળ આવતા વિવિધ વોર્ડ વિસ્તારમાં સદસ્યોની પસંદગી કરવાની કામગીરી રાજકીય પક્ષો દ્વારા શરૂ કરવામાં આવી છે,

ત્યારે પાલિકાના વોર્ડ નંબર ત્રણમાં પાયાગત સમસ્યાઓને ધ્યાને રાખી સદસ્યની પસંદગી કરવાની સ્થાનિકોમાંથી માંગ ઉઠવા પામી છે. ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર શહેરમાં બહુમુખી પ્રતિભા ધરાવતા અને પત્રકાર ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા કૃણાલભાઈ રાવલને રાજકીય પક્ષ દ્વારા પસંદગી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે, વોર્ડ વિસ્તારની પાયાગત સુવિધાઓ જેવી કે રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ, પાણી જેવી અસુવિધા દૂર કરવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે. તેમજ સ્થાનિક લોકોની જન સુખાકારી માટે આંદોલન કરીને લોકચાહના પણ મેળવી છે. આથી શિક્ષિત અને સમજુ ઉમેદવારને સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાંથી પસંદગી કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. કારણકે હાલમાં ઉદભવતી સમસ્યાઓને ઝડપથી યોગ્ય નિકાલ લાવવો હોય તો શિક્ષિત ઉમેદવારની પસંદગી જ એકમાત્ર વિકલ્પ છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામે સરકાર તરફથી મફત અનાજ વિતરણનો લાભ લેવા રેશનકાર્ડ ધારકો અનાજ લેવા ઉમટ્યા.

ProudOfGujarat

નડિયાદ મહુધા પાલિકાનું રૂ. ૯.૦૯ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર.

ProudOfGujarat

સુરતનાં પાંડેસરા પોલીસ સામે એક યુવકનું કસ્ટોડિયન ડેથ થયું હોવાનું બહાર આવવા પામ્યું જેને પગલે પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!