Proud of Gujarat
INDIAFeaturedGujarat

લીંબડી પશુ હોસ્પિટલમાં ડોકટરની સરાહનીય કામગીરી.

Share

લીંબડી તાલુકામા ગ્રીનચોક નજીક એક સરકારી પશુ હોસ્પિટલ આવેલ છે જે હોસ્પિટલ જીલ્લા પંચાયત સંચાલિત હોસ્પિટલ છે ત્યારે હાલ આ હોસ્પિટલમાં ડોક્ટર બાંધણીયા અને ડોક્ટર રાઠોડ ફરજ બજાવી રહ્યા છે ત્યારે કહેવામાં આવે તો અબોલ પશુઓની માવજત આ બંને ડોક્ટર દ્વારા સારી રીતે કરવામાં આવી રહી છે.

તેમજ ગાય, ભેંસ, કુતરા, ઘોડા, પાલતુ તેમજ રખડતા ઢોરની માવજત અને સારવાર સારી રીતે કરવામાં આવી રહી છે તેમજ પશુઓની સારવાર માટે વપરાતી તમામ પ્રકારની દવાઓ, ઇંજેક્શન, પાટાપીંડી પણ આ બંને ડોક્ટરો દ્વારા કરવામાં આવી રહી છે. જોડે-જોડે આ જીલ્લા પંચાયત સંચાલિત પશુ હોસ્પિટલમાં પટાવાળા તરીકે બે પટાવાળા પણ ફરજના ભાગરૂપે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે. તેમજ આ સરકારી પશુ હોસ્પિટલમાં લીંબડી શહેર તેમજ લીંબડીના પશુધારકો પોતાના પશુઓની સારવાર અર્થે પશુઓને આ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવે છે અને આ હોસ્પિટલ દ્વારા પશુઓની સારી રીતે સારવાર કરવામાં આવે છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

आमिर खान ने “पहला नशा” सुनकर मनाया वेलेंटाइन डे!

ProudOfGujarat

રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લાના મીડિયા કર્મીઓની ઔપચારિક બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભારતે નિકાસ પર પ્રતિબંધ લગાવતા સમગ્ર વિશ્વમાં મોંઘા થયા ઘઉં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!