Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર સમલા ગામ પાસે લીલી શિયાળુ ભરેલ મેટાડોર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો…

Share

સમલા ગામ પાસે બગોદરા ભાલમાથી લીલી શિયાળુ ભરેલા મેટાડોરનું એકાએક પાછળનું ટાયર ફાટતાં મેટાડોર પલ્ટી મારી ગઈ હતી ત્યારે મેટાડોરમાં સવાર પ્રકાશભાઈ હકાભાઈ, સંજય હકા, હેમુ શંકરભાઈ, ભરતભાઈ, ભોપાભાઈ, જગાભાઈ અમથુભાઈ એમ ચાર લોકોને ઈજા થવા પામી હતી, ત્યારે 108 દ્વારા તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખસેડાયા હતા.

આ અકસ્માત સર્જાતા સમલા ગામના સરપંચ ઈન્દ્રસિહ ઝાલા, દશરથસિંહ ઝાલા, તેમજ અન્ય ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમજ લીંબડી વઢવાણ હાઈવે પરના ટ્રાફિક દુર કરવાની પણ કામગીરી હાથ ધરી હતી ત્યારે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત તમામે તમામ વઢવાણ તાલુકાના નગરા ગામના રહેવાસી હતા ત્યારે આ અકસ્માતની જાણ લીંબડી પોલીસને થતાં લીંબડી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વધું તપાસ હાથ ધરી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઝઘડીયા સુલતાનપુરાના નાના બાળકોએ પવિત્ર રમઝાન માસનો રોજો રાખ્યો.

ProudOfGujarat

ઝઘડિયાના રાણીપુરા ગામમાં અજાણ્યા ઈસમોએ આંબાની કલમો કાપી નાંખતા ખેડૂતને આર્થિક નુકસાન.

ProudOfGujarat

જંબુસર દહેગામ ગામની સીમમાં ખેતરમાં બનાવેલ મકાનની છત પરથી જુગારધામ ઝડપાયું, ચારની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!