Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી વેપારી એસોસિયેશન તથા સમસ્ત સમાજ દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયો.

Share

તાજેતરમાં જ ૬૧- લીંબડી વિધાનસભા ની ચૂંટણી યોજાઈ ગઈ એમા લીંબડીના લોકલાડીલા નેતા કિરીટસિંહ રાણાને ભાજપમાંથી ઉમેદવારી કરેલ તેઓ મોટા માર્જિનથી ચૂંટાઈ આવ્યા હતા અને લીંબડી વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલ તેમજ સાથે સાથે શિયાણી ગામના વતની જગદીશભાઈ મકવાણાને પણ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.

ત્યારે આજે લીંબડી હાઇવે પર આવેલ રિવેરા હોટલ ખાતે તેઓ બંનેનું અભિવાદન માટે લીંબડી વેપારી એસોસિએશન તથા દરેક સમાજનાં આગેવાનો દ્વારા યોજાયેલ અભિવાદન સમારોહ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મહાનુભાવોમાં ખાસ ઉપસ્થિત રહેનાર ગુજરાત રાજ્ય મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. તેમજ મહંત ચરણદાસબાપુ, લાલદાસબાપુ, પ્રફુલ્લસ્વામી મહારાજ, લીંબડી ઉધોગપતિ બાબુભાઇ જિનવાળા, શંકરલાલ દલવાડી, જાફરભાઈ કોઠીયા તથા લીંબડી તાલુકા તેમજ શહેરમાંથી પધારેલ વેપારી ગણ, દરેક સમાજના આગેવાનો, તેમજ લીંબડી શહેરના પત્રકારોમાં દિપકસિંહ વાઘેલા, સચિન પીઠવા, કમલેશ વસોયા, હિતેષ શાહ, વિપુલભાઈ રાઠોડ ઉપસ્થિત રહયા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નડિયાદ : ૩૬ મી નેશનલ ગેમ્સની તૈયારીઓ માટે સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

સુરતમાં ડ્રેનેજની યોગ્ય સફાઇ ન થતાં આપ ના કોર્પોરેટરોએ પાલિકાના વાહનો કબ્જે કર્યા.

ProudOfGujarat

ભરૂચ : સહકારી ચૂંટણીઓ સમયસર યોજવા માટે કોંગી અગ્રણીની રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!