લીંબડી ડાયાલીસીસ સેન્ટરમાં સ્ટાફની સહાનિય કામગીરી પણ ઈલેક્ટ્રીકસીટી ગુલ થતાં દર્દીઓ સવારના 7 વાગ્યેથી કડકડતી ઠંડીમાં ઠર્યા હતા.
છેલ્લા ઘણા સમયથી આવી ઈલેક્ટ્રીક સીટીની તકલીફ પડી રહી છે તેમ છતાં સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રકારની તસ્દી લેવામાં નથી આવતી તેમ દર્દીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે હાઈ પાવરની 3 ફ્રેઝ લાઈન જે ઈલેક્ટ્રીકનાં થાંભલા પર હોવી જોઈએ તે જમીન પર રઝળી પડી હોય તેમ નજરે પડી હતી.
ત્યારે કહેવાય તો દર્દીઓ દ્વારા ડાયાલીસીસની કામગીરીના વખાણ કરવામાં આવ્યા હતાં તેમજ એક પરિવાર બની આ ડાયાલીસીસ સેન્ટરનો સ્ટાફ કામગીરી કરી રહ્યા છે પણ સત્તાધીશોની બેદરકારીને કારણે દર્દીને ભારે હાલાકી ભોગવવી પડી તેમ દર્દીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement