Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : આજે લીંબડીમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી.

Share

પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીના જન્મ દિવસે જિલ્લાના તમામ તાલુકા મથકોએ સુશાસન દિવસની ઉજવણી કરાઈ.

આજે ૨૫ ડિસેમ્બરે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી સ્વ. અટલબિહારી વાજપયીના જન્મ દિવસને કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા વર્ષ-૨૦૧૪ થી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે તા. ૨૫ ડિસેમ્બરે રાજય સરકાર દ્વારા સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે સાત પગલાં ખેડુત કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત યોજનાઓના લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણના કાર્યક્રમો સવારે-૧૧.૦૦ થી ૧.૩૦ દરમ્યાન યોજવામાં આવ્યો સુરેન્દ્રનગર જિલ્લામાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. જ્યારે લીંબડી તાલુકામાં યોજાનાર કાર્યક્રમમાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, સેનેટાઇઝર સાથે ટેમ્પ્રેચર ગનથી તાપમાન ચેક કરીને બેઠકના સ્થળે ખેડુતોને પ્રવેશ તથા લાભાર્થીઓને કીટ વિતરણ કરવા કલેકટરએ સંબંધિત તાલુકાના નોડલ અધિકારીઓને દ્વારા આપવામાં આવી હતી.

સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે સાત પગલાં ખેડુત કલ્યાણ અંતર્ગત ચાલુ વર્ષ-૨૦૨૦-૨૧ માં ખેડુતોને સંપૂર્ણ દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના, પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા સારુ લાભાર્થીઓને નિદર્શન કીટમાં ૭૫ ટકા સહાયની યોજના, કૃષિ ઉત્પાદનોમાં પરિવહન માટે મીડીયમ સાઇઝના ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજના, ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/ શેડ કવર પુરા પાડવાની યોજના, ખેડુતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવાની મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, સર્વગ્રાહી યોજનાઓના લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણ તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ પ્રધાનમંત્રીશ્રી દ્વારા બટન દબાવીને આશરે ૯ કરોડ ખેડુતોના બેંક એકાઉન્ટમાં સીધી આશરે રૂ. ૧૮,૦૦૦ કરોડની રકમ ખેડુતોને આપવામાં આવશે.

જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાનો કોર્ટન માર્કેટ એ.પી.એમ.સીમાં ગુજરાત હાથશાળ વિકાસના પૂર્વ ચેરમેન શંકરભાઇ દલવાડીના હસ્તે હાલમાં 17 ખેડૂતોને ચેક વિતરણ કરવામાં આવ્યુ આમ લીંબડી તાલુકાના કુલ 1051 ખેડૂતોને આ લાભ આપવામાં આવશે.

Advertisement

આ કાર્યક્રમમાં જ્યારે મહાનુભાવોમાં દેવજીભાઈ વાઘેલા, કૃષ્ણસિંહ રાણા, મુકેશભાઈ શેઠ, દીપસંગભાઈ ડોડીયા, હરપાલસિંહ ઝાલા તથા લીંબડી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકી, મામલતદાર આર.એલ.કનેરીયા, ખેતીવાડી અધિકારી વાય.એમ. બારડ તેમજ લીંબડી તાલુકામાંથી ખેડૂતો ઉપસ્થિતિમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સુશાંશન દિવસ ઉજવણીનો કાર્યક્રમનું સંચાલન કેતન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

શક્તિપીઠ અંબાજી માતાજી મંદિરમાં અદભુત ગરીમાં અને ચમત્કાર… ? જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ-જંબુસર માર્ગ પર રેલ ફ્લાય ઓવરના નિર્માણના કારણે ત્રણ દિવસ માટે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

ProudOfGujarat

નર્મદા નદીમાં એનસીટીએલ કંપની દ્વારા થઇ રહેલા પાણી પ્રદુષણને રોકવા ફરી એકવાર GPCB ને રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!