લીંબડી તાલુકાના બોરણા ગામે આજે સતરા કુટુંબ દ્વારા માનવ અધિકાર નિગરાની સમિતિને સાથે રાખીને નેત્રમણી નેત્રયજ્ઞ નિદાન કેમ્પ યોજાયો હતો.
ત્યારે લીંબડી તાલુકામાં આવેલ કબિર આશ્રમના મહંતશ્રી ચરણદાસબાપુના આર્શીવચનથી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આ કેમ્પમાં આંખ નિદાનનો લાભ લેવા આશરે 323 ઉપરાંત લોકો આવ્યા હતાં ત્યારે જોડે-જોડે માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા આવેલ લોકોને ઉકાળો અને ટેબલેટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
ત્યારે આ કેમ્પમાં જો દર્દીને મોતિયો થયેલ હોય તો દર્દીને વિના મૂલ્યે આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ ખાતે ગાડી મારફતે લઈ જઈને આંખની સારવાર કરવામાં આવશે અને સારવાર બાદ પરત દર્દીને મુકી આપવામાં પણ આવશે.
ત્યારે આ કાર્યક્રમમાં બોરણા સરપંચ દિલાવરભાઈ, ગીરીબાપુ, ધર્મેન્દ્રભાઈ પુજારી, નિમેશભાઈ નારૂભા રેવર, અને માનવ અધિકાર નિગરાની સમિતિના પ્રમુખ ઈલેશભાઈ ખાદલા, મહામંત્રી કલ્પેશ વાઢેર, અંબારામભાઈ, વિપુલભાઈ,ડીયુ પરમાર, ફારૂકભાઈ ઠીમ વગેરે સમિતિના હોદ્દેદારો હાજર રહ્યા હતાં.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર