Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર શહેરના રતનપરમાં માનવ ઉત્થાન સેવા સમિતી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતી દ્વારા કોરોના વોરિયર્સને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો.

Share

સુરેન્દ્રનગર શહેરના રતનપર માનવ ધર્મ આશ્રમ ખાતે કોરોના વોરિયર્સને સન્માનિત અને આયુવૈદીક ટેબલેટ વિતરણ સહિતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતી અને શહેરના ડોકટરોની ટીમના સહયોગથી સેવાનું સુંદર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોગ પ્રતિરોધક નિઃશુલ્ક આયુર્વેદિક ઉકાળા શિબિર, માસ્ક વિતરણ, આયુર્વેદિક સંસવની વટી ટેબ્લેટ, હોમીઓપેથી આર્સેનિક 30, ટેબ્લેટ વિતરણ અને ડાયાબિટીસ ચેક-અપ કેમ્પ નુ આયોજન કરવામાં આવેલ હતું. કેમ્પ મા ઝાલાવાડ ના સામાજીક કાર્યકર સુબોધ જોષી એ કોરોના અટકાયત પગલાં રૂપે સરકાર શ્રી ની ગાઈડ લાઈન નુ ચુસ્ત પાલન કરવા સામુહિક સૌગંદ વિધિ કરાવી હતી. આ પ્રસંગે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતી ગુજરાત રાજ્ય અધ્યક્ષ નિલેશભાઈ જોષીદ્વારા જિલ્લાની કારોબારી સદસ્ય ને કોરોના વોરિયર્સ તરીકે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે માનવ ધર્મ આશ્રમ ના મહાત્મા પ્રવીણા બાઈજી દ્વારા કોરોના સમય દરમ્યાન સમાજ સેવા કરેલ મહાનુભાવો મોહનભાઈ પટેલ સહિતના અગ્રણિ આગેવાનો અને પત્રકાર મિત્રોને કોરોના વોરિયર્ષ તરીકે સન્માન પત્ર અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સરકારી આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટર પરમાર સાહેબ, ડો.બારૈયા અને જિલ્લા એન. સી. ડી. સેલ ના ડોક્ટર ટીમ દ્વારા ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેસર ના દર્દીઓ ને ચકાસી સ્થળ પર દવા વિતરણ કરવામાં આવેલ હતી. કાર્યક્રમ ને સફળ બનાવવા માટે, માનવ અધિકાર નિગરાની સમિતિ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ ઈલેશભાઈ ખાંદલા,જિલ્લા ઉપ પ્રમુખ અને સામાજીક કાર્યકર સુબોધભાઈ જોષી, શહેર પ્રમુખ સાગરભાઈ ચામડીયા,જિલ્લા મહામંત્રી કલ્પેશભાઈ વાઢેર, જિલ્લા મંત્રી નઝીરભાઈ સોંલકી, જિલ્લા ઉપ પ્રમુખ નવિનભાઈ પુજારા, પંકજભાઈ જાની, ઉન્નતિબેન શાહ, પીનાબેન વોરા, હેતલબેન પરમાર, શરીફાબેન જેડા, કૈલાશબેન સહિતનિઓ ઉપસ્થિત રહ્યા હતા અને અખિલ ભારતીય માનવ નિગરાની સમિતીના યુવા કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

કલ્પેશ વાઢેર :- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસીના કેન્ડલ પ્લાઝા એપાર્ટમેન્ટ નજીક આવેલ વીજ ટ્રાન્સફોર્મર ધડાકાભેર ફાંટ

ProudOfGujarat

સાઉથ આફ્રિકા ખાતે કાર અકસ્માતમાં મનુબરના આશાસ્પદ યુવાનનું મોત

ProudOfGujarat

ભરૂચ માછી સમાજ વેજલપુર માછી પંચ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!