લીંબડી તારીખ ૨૧/૭૨૦૧૮ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
સર.જે.હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભ ૨૦૧૮ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો થી લઇને વૃધ્ધ વય સુધીના લોકોએ ભાગ લીધો
કલા એટલે કે મનુષ્યની અંદર સુપાયેલી આવડત આ આવડતથી વ્યકતીની પ્રસિધ્ધી થતી હોય છે અને આગવી ઓળખ બનતી હોય છે ત્યારે ગુજરાત સરકાર વ્યકતીમાં છુપાયેલ કલા બહાર લાવવા ગુજરાત સરકાર દ્વારા કલા મહાકુંભ ૨૦૧૮નું તાલુકા કક્ષાનું આયોજન સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીમાં આવેલ સર.જે.હાઇસ્કુલ ખાતે કરવામા આવ્યું હતું ત્યારે આ કલા મહાકંભમાં લીંબડી તાલુકા તેમજ લીંબડીના ગ્રામ્ય વિસ્તારના ભુલકાઓથી લઇને વય વૃધ્ધ સુધીના આશરે ૧૬૦ લોકોએ ભાગ લીધો હતો અને આ પ્રોગ્રામના સ્પર્ધકોને નંબર આપવા અને વિજેતા કોણ તેનું નકકી કરવા કલાકુભ તાલુકા કન્વીનર તરીકે મનુભાઇ જોગરાણાએ પોતાનું યોગદાન આપ્યું હતું અને આ કલાકુંભમાં લોકનૃત્ય , એકપાત્ર અભિનય , સુગમ સંગીત, અને સમુહ ગાન જેવી અલગ અલગ આવડતો આવેલ હરીફો દ્વારા
રજુ કરવામાં આવી હતી આ કલા કુભને સારર્થક બનાવવા લીંબડી સર જે હાઇસ્કુલના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં અલગ અલગ શાળાઓના શિક્ષકો , આચાર્યો, તેમજ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી આ કલાકુંભમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને તાલુકામાંથી જીલ્લા કક્ષા કલા મહાકુભમાં તારીખ ૧૦/૮/૧૮ ના રોજ ધ્રાગધ્રા મુકામે જશે