લીંબડી સિવિલ હોસ્પિટલમાં આંખ વિભાગ આવેલ છે ત્યારે આંખ સર્જન ન હતા ત્યારે ફક્ત આખોના નંબર અન્ય નાના-મોટા આંખના નિદાન કરવામાં આવતા હતા ત્યારે હાલ આખ સર્જન આવતા ફરી ઓપરેશન તેમજ ઓપીડી ઘમઘમતી બની છે.
સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકા ખાતે આવેલ સરકારી સિવિલ હોસ્પિટલમા સર્જન રોની મહેતા આવતા ફરી ઘમઘમતી બની છે ત્યારે છેલ્લા ઘણાં સમયથી આંખ વિભાગમાં આંખ સર્જન ન હતા ત્યારે રૂપેશભાઈ યોગી, દર્શનાબેન પટેલ, છાયાબેન પટેલના સહભાગે આંખ તપાસણી કરી આંખ નિદાન કરવામાં આવતું હતું પણ તમામ પ્રકારના ઓપરેશનો બંધ હતા ત્યારે હાલ આખ સર્જન એવા રોની મહેતા આવતા લીંબડી સિવિલ હોસ્પિટલની ઓપીડી ઘમઘમતી બની હતી ત્યારે મહેતા સાહેબના આવતા હાલ આંખની સારી, વેલ ઉતારવી, મોતીયો ઉતારવો જેવા વગેરે ઓપરેશનો શરૂ થયા છે ત્યારે આંખના દર્દીઓ આંખ વિભાગમાં આંખનું નિદાન કરાવવા આવતા થયા છે ત્યારે કહેવામાં આવે તો આંખ વિભાગમાં સર્જન આવતા લીંબડી શહેર તેમજ લીંબડી ગ્રામ્ય વિસ્તારના લોકો ભારે રાહત જોવા મળી છે તેમજ આ આંખ વિભાગમાં આવેલ સ્ટાફ રોની મહેતા, રૂપેશભાઈ યોગી, દર્શનાબેન પટેલ, છાયાબેન પટેલ એક પરિવાર બની આવતા દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર