લીંબડી શહેરમાં આવેલી SBI બેંકમાં એક સાથે પાંચ સ્ટાફ કર્મીને કોરોના પોઝિટિવ આવતા બેંકની કામગીરી ચાર દિવસ માટે બંધ કરી દેવાતા લોકોએ રોષ વ્યકત કર્યો હતો. ત્યારે પ્રાપ્ત વિગતો અનુસાર લીંબડી વિસ્તારમાં સૌથી વધારે લોકો SBI બેંક સાથે જોડાયેલા છે. ત્યારે આ બેંકના એક સાથે પાંચ સ્ટાફ કર્મીઓને કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા બેંક સ્ટાફમાં ફફડાટ વ્યાપી ગયેલ છે. બીજી તરફ માત્ર સરકારી કામકાજ જ ચાલુ રાખી આમ જનતા માટે બેંકની કામગીરી ચાર દિવસ માટે બંધ કરી દેવાઇ છે.આમ લગ્નની સીઝન ટાણે જ ચાર દિવસ સતત બેંક બંધ રહેવાની હોવાથી અનેક લોકોના કામો ખોરવાઈ ગયા છે. લોકો બેંકએ આવી ધમર ધકકો ખાઈને પરત થઈ રહયા છે. લીંબડી વાસીઓએ ધીમે-ધીમે ઓછા સ્ટાફથી પણ બેંકની લોકો માટે કામગીરી ચાલુ રાખવામાં આવે એવી માંગ ઉઠી છે.
કલ્પેશ વાઢેર : સુરેન્દ્રનગર
Advertisement