Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત, તમામ લોકો થઈ ગયા જીવતા જ ભડથું…જાણો વધુ.

Share

સુરેન્દ્રનગર – પાટડી હાઇવે પર કરૂણ અકસ્માતનો બનાવ બન્યો હતો. જેની વિગત જોતા માલવણ-ખેરવા હાઈવે વચ્ચે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકો કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ઇકો કારમાં લાગી આગ હતી જોત જોતામાં કાર બળીને ખાખ થઈ ગઇ હતી.

વારાહીનો વાણંદ પરિવાર ચોટીલા દર્શન કરીને પરત કારમાં ફરી રહ્યો હતો ત્યારે ઇકો કારમાં આગ લાગતા કારમાં સવાર તમામ લોકો બળીને ભડથું થયા જેથી ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડયા હતા. અંદાજે 4 થી 6 લોકો બળીને ભડથુ થયાની આશંકા સેવાઈ રહી છે. બળીને ખાખ થઈ ગયેલ લોકોને બહાર કાઢવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઘટના સ્થળે સુરેન્દ્રનગર એસ.પી, ડોક્ટર તથા ફાયરની ટીમ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વિવિધ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કે અન્ય કાર્યક્રમોના સમયે યોજાતા રક્તદાન કેમ્પો.રક્તદાન કેમ્પ અને રક્તદાતાઓની સંખ્યામાં ભરૂચ જિલ્લો અગ્રેસર…

ProudOfGujarat

સુરેન્દ્રનગર : સુરક્ષા સેતુ સોસાયટી અને જિલ્લા પોલીસ દ્વારા મહિલા સ્વરક્ષણ તાલીમ યોજાઇ.

ProudOfGujarat

ઋષિ પંચમી નાં પાવન અવશરે ગુરુ ભ્રામણ સમાજ દ્વારા મહર્ષિ ભગવાન ગર્ગાચાર્ય મહારાજ ની જન્મ જયંતિ ભવ્ય ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!