સુરેન્દ્રનગર જીલ્લામાં વિવિધ ગામોમાં પાણીની તંગી જણાઈ રહી છે તેમાંય ખાસ કરીને વઢવાણ ગામમાં પાણી અંગે તીવ્ર તંગી જણાતા લોકોમાં તીવ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે તેથી પાણી ભરવાના વાસણો સાથે મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો.
દિવાળીનાં તહેવારનાં છેલ્લા એક સપ્તાહથી લોકોએ પાણી વિના રહેવું પડયું હતું આ ગામના દીવાન ડેલી વિસ્તાર સુધી પાણી પહોંચતું નથી. નગરપાલિકા 4 દિવસ પાણી આપે છે અને પાણી વેરો પૂરેપૂરો લે છે ત્યારે મહિલાઓમાં ઉગ્ર આક્રો ફાટી નીકળતા મહિલાઓએ હવે જો પાણી નહીં મળ્યું તો તોડફોડ કરીશું તેવી ચીમકી આપે છે જેના પગલે નગરપાલિકાનાં અધિકારી અને પદાધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. નગરપાલિકાને અનેકવાર ફરિયાદ કરી છતાં પૂરતું પાણી અપાતું નથી જો આને આ જ પરિસ્થિતિ રહેશે તો વઢવાણ ગામમાં ઉગ્ર જન આંદોલન ફાટી નીકળે તેવી સંભાવના જણાઈ રહી છે.
Advertisement