કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને સીયુ શાહ ના સહયોગથી રાષ્ટ્રીય કક્ષાનો રોજગાર મેળો યોજાયો જેમાં 2200 થી વધારે જેટલા યુવાનો અને ઉત્સાહી રોજગાર વાંચ્છુકોની ઓનલાઈન નોંધણીઓ થઈ હતી અને તેમાંથી આશરે 1500 થી વધુ વિદ્યાર્થીઓ આમંત્રણ આપી હાજર રહ્યા હતા તથા 50 થી વધુ કંપનીઓ દ્વારા રોજગાર વાંચ્છુકોના ઇન્ટરવ્યૂ લેવામાં આવેલ તેમાંથી અંતે ફાઇનલ સોર્ટલિસ્ટ મુજબ 230 સિલેક્ટ થયા હતા.
ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના કમલેશભાઈ રાવલએ જણાવ્યું હતું કે,મલ્ટીનેશનલ કંપની આવશે ને તો આ યુનિવર્સિટીમાંથી કોઈ નોકરી વગરના નહીં રહે તેમ આગામી 5 વર્ષોમાં ભવિષ્ય મને દેખાઈ રહ્યું છે.તમે કારીગરી પર ધ્યાન આપજો ભાષા પર નહિ.આથી ગુજરાતની શ્રેષ્ઠ કારીગીરી સુરેન્દ્રનગર જ રહેશે.સિલેક્ટ થયેલ યુવાનો ને પહેલા જ અભિનંદન પાઠવ્યા હતા અને સિલેક્ટ ન થયેલ માટે વારંવાર તક આવશે તેમ કહ્યું હતું. ત્યારે રાષ્ટ્રીય કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતુ.આથી યુવાનોમાં ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો હતો.