Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડીમાં કોંગ્રેસ સભા યોજાઈ.

Share

લીંબડી નગરપાલિકામાં ભાજપમાંથી વોર્ડ નં. 1 માં ચૂંટાયેલા ધર્મીષ્ઠાબા નટુભા ઝાલા તથા તેમની ટિમના કાર્યકરો તેમજ ચુડાના સંનિષ્ઠ કાર્યકર સહદેવસિંહ ઝાલાએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતાં. પ્રભારી રાજીવ સાત્વે તેમજ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર કરેલ આકરા પ્રહાર, મોંઘવારી, ખેડૂતોને વીમાંની સહાય આપવામાં આવી નથી. હાલમાં ગુજરાત 8 વિધાનસભાની પેટા ચૂંટણી 3 નવેમ્બર યોજાવાની છે ત્યારે આજે લીંબડી કિર્કેટ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા યોજાઈ. આ જાહેર સભામાં લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કરી રહેલ કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરને સમર્થનમાં જીત અપાવવા માટે યોજવામાં આવી હતી.

આ જાહેરસભામાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાત્વે, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને ધરાસભ્યમાં ઋત્વિક મકવાણા, નૌશાદ સોલંકી, લાખાભાઈ ભરવાડ, રાજેશ ગોહિલ, ગેનીબેન ઠાકોર તેમજ પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર, મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, ભગિરથસિંહ રાણા, મનુભાઈ પટેલ, કલ્પનાબેન મકવાણા તેમજ લીંબડી, સાયલા, ચુડાના કોંગ્રેસનાં હોદેદારો, આગેવાનો, કાર્યકરો ભાઈઓ, બહેનો ઉપસ્થિત રહયા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : જીતાલી ગામની સીમમાં હાઇટેનશન વીજ કરંટ લાગતા ચાર ગાયોના મોત.

ProudOfGujarat

પંચમહાલ : કાલોલ તાલુકાની મલાવ પ્રાથમિક શાળાના શિક્ષક નિષાદકુમાર ભોઈ પોતાના “ઘેર ઘેર ગળો” અભિયાન” દ્વારા અનોખો પ્રાકૃતિક સંદેશ આપી રહ્યા છે.

ProudOfGujarat

નવસારી : પૂર્ણા નદી પર બનેલો લો લેવલ બ્રિજ વરસાદી પાણીમાં ડૂબ્યો, 11 ગામોના હજારો લોકોની અવરજવર બંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!