Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાઈ હતી.

Share

લીંબડી વિધાનસભા 61 ની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આજે લીંબડીના મનદીપ પાર્ટીપ્લોટના ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાઈ હતી. ત્યારે લીંબડી ચુડા સાયલા વિધાનસભા 61 વિસ્તારના ભાજપના હોદેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

લીંબડી વિધાનસભા 61 પેટા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે લીંબડી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે લીંબડી ઉતરી આવ્યા છે ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ લીંબડી ખાતે આવ્યા હતાં અને સભા સંબોધી હતી ત્યારે લીંબડી વિધાનસભા 61 પેટા ચૂંટણીના ઉમેદવાર કિરીટસિંહ રાણાને જંગી બહુમતીથી વિજય કરાવવા જણાવ્યું હતું ત્યારે વિજયભાઈ રૂપાણીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે કોંગ્રેસએ ખેડૂતોના હત્યારા છે જેવા આક્ષેપો અને શાબ્દિક આકરા પ્રહારો કર્યા હતા ત્યારે આ સભામાં આર.સી. ફળદુ, શંકરભાઈ વેગડ, સી.આર પાટીલ, પ્રકાશભાઈ સોની, દિલીપભાઈ પટેલ વગેરે પદાધિકારીઓ, કાર્યકરો હાજર રહ્યા હતા ત્યારે આ સમયે મહિલા કાર્યકરો પણ અસંખ્ય પ્રમાણમાં જોવા મળી હતી તેમજ ભારત માતા કી જય, કિરીટસિંહ રાણા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે જેવા નારાઓ આ સભામાં ગુંજી ઉઠ્યા હતા.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

૨૨-ભરૂચ સંસદીય મત વિભાગમાંથી લોકસભાના સભ્‍યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો જોગ…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના તમામ સંસ્થાઓ મંડળો શાળા સંચાલકો ને કોંગ્રેસ દ્વારા બંધ પાડવા અપીલ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં બપોરનાં સમયે ધરા ધ્રુજી ઉઠી… ભૂકંપનાં આંચકાથી ભય ફેલાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!