Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર શહેરના રતનપર બાયપાસ રોડ ઉપર બે મિયાણા સમાજના જુથ વચ્ચે ઝઘડો થતા હુમલામાં એક યુવકનો હાથ કપાતા સારવાર અર્થે યુવાનને હોસ્પિટલ ખસેડાયો.

Share

સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં ચોરી લુંટફાટ અને તિક્ષ્ણ હથિયાર વડે હુમલા સહિતના જુથ અથડામણના બનાવો બનવા પામ્યા છે જયારે ગુનગારોને પોલીસનો કે કાયદાનો ડર ના હોય તેવી ગુનાઓ વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં આવેલા રતનપર બાયપાસ રોડ ઉપર બે જુથ વચ્ચે જુના ઝઘડા નું મનદુઃખ રાખી બે જુથ વચ્ચે ઝઘડો થયાની આશંકા સેવાઈ રહી છે આ બે જુથ વચ્ચે થયેલા ઝઘડામાં જુની અદાવતના કારણે મિયાણા સમાજના બે જુથ વચ્ચે જુથ અથડામણ થઇ હોવાની ચર્ચા લોકમુખે ચર્ચાય રહયુ છે આ હુમલામાં મિયાણા સમાજના એક યુવાન ઉપર તલવાર વડે હુમલો થયો હતો આ હુમલામાં તિક્ષ્ણ હથિયાર વડે યુવાનનો હાથ કપાય જતા આ ઈજા ગ્રસ્ત યુવાનને સારવાર અર્થે શહેરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ જુથ અથડામણમાં અન્ય લોકોને ગંભિર ઈજા થઇ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યુ છે આ બનાવની જાણ જોરાવરનગર પોલિસ મથકમાં થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો આ બનાવની વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં જૂની તરસાલી ગામે રેતી ભરવા માટે મજૂરો બાખડયા : એક મજૂરે પાવડો બીજા મજૂરને મારી દેતાં ઈજાગ્રસ્ત થયો.

ProudOfGujarat

ભરૂચ : કૃષિ બિલનાં વિરોધમાં ઝઘડિયા એપીએમસી એક દિવસ બંધ રહ્યુ.

ProudOfGujarat

સુરત : સફાઇ કામદારોએ કાયમી કરવાની માંગ સાથે ધરણાં કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!