Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયું

Share

*એસ.પી, ડીવાયએસપી, પી.આઈ. સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહી આધુનિક હથિયારોનું પૂજન કર્યું.

સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા વિજયાદશમી નિમિત્તે ડીએસપી ઓફિસ ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા ની ઉપસ્થિતિમાં ડીવાયએસપી દોશી, પી.કે.પટેલ, એસ.જે.પવાર, એલસીબી પીઆઈ ડી.એમ. ઢોલ, એસ.ઓ.જી. પી.આઇ. બી.એમ.રાણા, પી.આઇ. રાવલ તેમજ પીએસઆઇ જાડેજા,પરમાર તથા અન્ય પોલીસ અધિકારીઓ અને સ્ટાફની ઉપસ્થિતિમાં લોક રક્ષણ માટે વપરાતા હથિયારોનું વિધિ વિધાન સાથે પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને પોલીસ વિભાગ માં વપરાતા અતિઆધુનિક હથિયારોને કુમકુમ તિલક કરી પૂજન કરવામાં આવ્યું હતું.

Advertisement

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર


Share

Related posts

માંગરોળ તાલુકાના નાંદોલા ગામની સીમમાં ટીટોડી એ ઈંડા મુક્યા.

ProudOfGujarat

નર્મદા જિલ્લાનો નિનાઈ ધોધનું કુદરતી સૌંદર્ય લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનું અંધેર વહીવટ, જીઈબી માં બિલ બાકી રહેતા કનેકશન કપાયું..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!