Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની જાહેરસભા યોજાઇ.

Share

ગુજરાતમાં 8 વિધાનસભાની પેટા ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે ત્યારે સાથે સાથે લીંબડી વિધાનસભા પેટાની છે અને ભાજપના કિરીટસિંહ રાણા તરીકે ઉમેદવારી નિભાવી છે અને તેના સમર્થનમાં આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સભા સંબોધી હતી અને ભાજપ પક્ષ 8 વિધાનસભામાં પ્રચાર માટે સ્ટાર પ્રચારકના નામોની યાદી જાહેર કરી હતી તેઓ ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે. 61 લીંબડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને વાતાવરણ પણ સારુ જોવા મળેલ અને ખૂબ સારા પ્રમાણમાં મતદાન થશે તેમજ આ વાતને લઈ ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની નેતૃત્વ અને ભારત સરકારમાં મોદી સાહેબના નેતૃત્વની સરકારોના કરેલા કામોને અમે લોકો વચ્ચે જઈ ને ઉજાગર કરીએ છીએ કેટલાક નિર્યણો ભારત સરકારના અને રાજ્ય સરકારના છે જે સામાન્ય જનતાને તેની યાદી આપીએ છીએ.
આ સભામાં લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી ઇન્ચાર્જ આર. સી. ફળદુ, નીતિનભાઈ ભારદ્વાજ, સાંસદ સભ્ય ડો. મહેન્દ્ર મુજપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, અંજલિ બેન રૂપાણી, વર્ષાબેન દોશી, જગદીશભાઈ મકવાણા
ઉપસ્થિત રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

હિટ એન્ડ રન : ભરૂચ લિંક રોડ પર ટ્રકની અડફેટે સાયકલ સવાર વ્યક્તિ મોતને ભેટ્યો, લોકો બોલ્યા દિવસે પણ ભારદાર વાહનો કેવી રીતે પ્રવેશે છે..?

ProudOfGujarat

પાન પડીકીની છુટ મળવા છતાં રાજપારડી ઉમલ્લામાં ધુમ કાળાબજાર.

ProudOfGujarat

વડોદરાનાં આજવા સરોવરની સપાટી 211 ફૂટથી ઉપર જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!