Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : લીંબડી ખાતે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

Share

વિધાનસભા 61 પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આજે લીંબડી ખાતે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે દરેક સમાજના કાર્યકરો એક થઈને પુરા વિશ્વાસ સાથે એકઠા થયા હતા. ત્યારે આપડે લડીશું જેવા શબ્દોનું ઉચ્ચારણ જયરામ મેણીયા (કોળી સમાજના આગેવાન) દ્વારા કરવામાં આવ્યું હતું.

હાલમાં 61 લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી 3 નવેમ્બરમાં યોજાવા જઈ રહી છે. ત્યારે લીંબડી તાલુકાકક્ષાના કોંગ્રેસના કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે ભાજપ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે દરેક કાર્યકરોએ ગુજરાત સરકાર પર આક્ષેપોનો પ્રહાર કરીને, અનેક સમાજને અન્યાય કરવામાં આવ્યો છે તેવા શાબ્દિક પ્રહારો કોંગ્રેસના કાર્યકરોએ શરૂઆત કરી હતી અને લીંબડી તાલુકાના દરેક કાર્યકરો, દરેક સમાજના લોકો એક જૂથ થઈ આ પેટા ચૂંટણીમાં લડાઈ કરીશું જેમ જણાવ્યું હતું. ત્યારે ચેતન ખાચરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જો આ ચુંટણી રીતીસર થશે તો ભાજપને 50,000 મતથી પાડી દેશું તેમ જણાવ્યું હતું આ ઉદ્દઘાટન પ્રસંગે કોંગ્રેસ ઉમેદવાર ચેતનકુમાર ખાચર, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, માજી. ધારાસભ્ય રણછોડભાઈ મેર, યુથ કોંગ્રેસ માજી. પ્રમુખ હરપાલસિંહ, ગોહિલ, જયરામભાઈ મેણિયા, ભગિરથસિંહ રાણા, કલ્પનાબેન ધોરીયા, એન.કે.મકવાણા, રઘુભાઈ ભરવાડ, રણજીતભાઈ પરાલિયા, તેમજ તાલુકા, શહેરના કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

રાજપીપળા : તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે ખેડૂતો માટે તાલીમ સંમેલન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાષ્ટ્રીય સફાઇ કામદાર દીવસની ઉજવણી અંતર્ગત વ્યારાનાં વોર્ડ નં.૨ મા સામુહિક સફાઇ અભિયાન કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર પાલિકા પ્રમુખની કોરોના વેકશીન મામલે અનોખી જાગૃતિ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!