Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : કોળી સમાજનાં આગેવાનોએ ચુંટણી લડવા 3 નામની દાવેદારી કરી.

Share

હાલ ગુજરાતમાં કુલ 8 વિધાનસભાની પેટા ચૂંટણી 3 નવેમ્બર યોજવાની છે ત્યારે લીંબડી વિધાનસભા બેઠક ઉપર સૌથી વધારે કોળી સમાજના મતદારોનું વર્ચસ્વ રહીયું છે. ત્યારે આ સમાજ દ્વારા લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી બેઠક ઉપર કોળી સમાજના આગેવાનોએ દાવેદારી નોંધાવવા માટે ચુંટણી લડવા 3 નામની દાવેદારી કરી હતી.
પેટા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે હજુ કોઈનું નોમીની નથી થયું ત્યારે લીંબડી વિધાનસભા મત વિસ્તારમાં આવેલ ચુડા તાલુકાના છત્રીયાળા ગામે કોળી સમાજનું કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં આગેવાનો તરફથી એવું જાહેર કરવામાં આવ્યું હતું કે કોઈપણ પક્ષમાંથી ચૂંટણી લડવા માટે ભાજપ પક્ષમાંથી મુખ્ય દાવેદારી નોંધવા માટે નાગરભાઈ જીડીયા, શંકરભાઈ વેગડ, મંજુલાબેન ધાડવીના નામ માટે માંગણી કરી રહિયા છે. ત્યારે આજના આ કાર્યક્રમમાં આ સમાજના આગેવાનોમાં હરેશભાઇ વાતુંકિયા, આકાશભાઈ સરવૈયા, બચુભાઇ જાબુકીયા, સુરેશભાઈ લીંબડીયા, મુનાભાઈ મકવાણા, મનસુખભાઇ સરવૈયા, હાજર રહ્યા હતાં. ત્યારે આ કાર્યક્રમમાં ફક્તને ફક્ત ભાજપ પક્ષ તરફથી આ આપેલ 3 નામ પૈકી માંથી કોઈ એકને ટીકીટ આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અફઘાન સૈનિકોએ આત્મ સમર્પણ કર્યું છતાં નિર્દયી તાલિબાનોએ 22 કમાન્ડોને ગોળીઓથી વીંધી નાંખ્યા.

ProudOfGujarat

ભરૂચની વર્લ્ડ ફેમસ “સુજની”બનાવટની કલાને જિલ્લા કલેકટર તુષાર સુમેરા એ નિહાળી, અદભુત કલાના કર્યા વખાણ

ProudOfGujarat

ભરૂચ ના મહંમદપુરા નજીક સિંગદાણા ના ગોડાઉન ને તસ્કરોએ નિશાન બનાવી હજારો ની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતાં ખળભળાટ મચ્યો હતો ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!