Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડી મફતીયાપરાની મહિલાઓએ રોડમાં ભ્રષ્ટાચાર થયાનાં આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો.

Share

લીંબડી તાલુકાના નગરપાલિકા પાસે આવેલ દશા માતાજીના મંદિર પાછળના મફતિયાપરા વિસ્તારની મહિલાઓએ નગરપાલિકાએ તેમજ તેમના વિસ્તારમાં રોડમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો.

ત્યારે વિસ્તારની મહિલાઓના જણાવ્યા પ્રમાણે રોડ બનતા તેમના મકાનમાં પાણી ઘુસી જવાનો ભય વ્યાપી જવા પામ્યો છે તેમજ રોડની બંને કિનારીએ ખાડા રાખવામાં આવ્યા છે જેવા આક્ષેપો સાથે આ વિસ્તારની મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે આ બાબતે આ વિસ્તારના નગરપાલિકાના સભ્ય નટુભા સાથે વાત કરવામાં આવી તો તેઓએ પણ જણાવ્યું હતું કે આ રોડમાં બહોળા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે તેમજ રોડમાં જે રીતે કામ કરવાનું છે તેમાં ગેરરીતિ આચરી હોવાનું ખુદ નગરપાલિકાના સભ્ય નટુભા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઉમરપાડાના કેવડી ગામના PHC કેન્દ્રમાં સ્લેબના પોપડા પડતા દર્દીઓના જીવ જોખમમાં.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના અશા ખાતે કેળની ખેતી વિશેનો પાક પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીનાં હસ્તે બેંક સખીઓને વિનામૂલ્યે બાયોમેટ્રિક ડિવાઈસનું વિતરણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!