Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી ખાતે ઓરી-રૂબેલા રસીના રસીકરણનું ઉદ્ધાટન કરવામાં આવ્યું

Share

લીંબડી તારીખ:-16/07/2018 કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

અલગ અલગ પ્રકારના રોગોને નાબુદ કરવા બાળકોને સરકાર દ્વારા રસીઓ આપવામાં આવતી હોય છે ત્યારે આજે ઓરી રૂબેલા નામની રસી બાળકોને આપવા માટે લીંબડી ખાતે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકામાં આવેલ શાળા નંબર એક ખાતે ઓરી રૂબેલા નામની રસી બાળકોને આપવા માટે આજ રોજ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું ત્યારે આના સાથો સાથ લીંબડી તાલુકાના શિયાણી રળોલ, બોરાણા, પરનાળા, નાનીકઠેચી, અને પાણશિણા જેવા ગામોમાં પણ નવ માસથી લઇ ને પંદર વર્ષના બાળકો જે આંગણવાડી અને પ્રાર્થમિક શાળાઓ તેમજ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને આ ઓરી રૂબેલાનું રસી કરણ કરવામાં આવશે ત્યારે આ ૧૬/૭/૨૦૧૮ થી લઇને ૩૧/૭/૨૦૧૮ સુધી સુરેન્દ્રનગર જીલ્લાના તમામ બાળકોને આ રસીકરણ પ્રોગ્રામમાં આવરી લેવામાં આવશે, ત્યારે આ ઓરી રૂબેલા રસીકરણનું ઉદ્રધાટન ભૌતિક મોદી WHO ગાંધીનગર, ડોકટર જૈમીન ઠકકર, મનોજભાઇ ભટ્ટ , નગર પાલીકા પ્રમુખ ધીરૂભાઇ ખાંદલા , લીંબડી શહેર પ્રમુખ દલસુખભાઇ ચૌહાણ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું આ રસીકરણ માટે લીંબડી તાલુકામાં ૪૦ ટીમની રચના કરવામાં આવેલ છે જેમાં ૧૧ ડોકટરો, અલગ અલગ આરોગ્યના કાર્યકરો મળીને ૧૬૦ સભ્યો, અર્બન લીંબડીના આઠ કર્મચારીઓને અલગ અલગ કામગીરી સોપવામાં આવી છે ત્યારે જેમ ભુતકાળના પોલીયો જેવા ભયંકર રોગને સરકાર દ્વારા પોલીયો રસીકરણ કરી નાબુદ કરવામાં સફળતા મેળવી છે તે રીતે આ ઓરી-રૂબેલા પણ આવનાર સમયે જડમુળ માંથી કાઢી નાખવા આરોગ્ય ટીમ ખડે પગે તૈયાર છે ત્યારે આ પ્રોગામને સફળ બનાવવા ICDSના અધિકારીઓ, આંગણવાડી વર્કરો, તમામ શાળાના શિક્ષકો અને આરોગ્ય વિભાગ કમરકસીને કામે લાગી ગયા છે આ ઓરી રૂબેલા રસીકરણ કાર્યક્રમના ઉદધાટનમાં બાળકોના વાલીઓ, બાળકો, ડો.વૈભવ બેલાણી, ચિરાગભાઇ દુલેરા, કાંતીભાઇ છત્રોલા તેમજ અધિકારીઓએ હાજરી આપી હતી


Share

Related posts

સુરત નેશનલ હાઇવે નં. ૪૮ કોસંબાનાં નંદાવ પાટિયા નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો…

ProudOfGujarat

રાજપીપળા : ગરુડેશ્વર ખાતે વરસાદી માહોલમાં વિયર ડેમ ઓવરફ્લો થયો.

ProudOfGujarat

અંકલેશ્વર- ભાટવાડ ઝૂપડપટ્ટી ના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, રોકડ રૂપિયા તથા સોના ચાંદી લઈ ચોર ફરાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!