સરકાર દ્વારા પાણી વપરાશ ઓછો કરો અને પાણીનો બગાડ ન કરો તેમજ જળ એજ જીવન છે તેવી જાહેરાત કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ લીંબડી તાલુકાના પાંદરી ગામ જે કંઈક અલગ છે. આ ગામની વસ્તી 1000 જેટલી અને ગામમાં આશરે 170 થી વધુ ઘરોમાં આવેલા છે અને ગામના બધા ઘરમાં ભૂગર્ભ પાણીના ટાંકા છે.
જેની અંદર આઠ થી દસ હજાર લીટર જેટલું પાણીનો સંગ્રહ થાય છે. આ ટાંકામાં ચોમાસાની સિઝનમાં પડતું વરસાદી પાણીનો સંગ્રહ થાય અને તે પાણી ગામના લોકો વાપરી શકે તે માટેનું કામ ગ્રામજનો એ કરેલ છે અને આમ તો કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં કાયમી દુકાળ હોય છે અને તે માટે છેવાડાના ગામડામાં પૂરતું પાણી મળે નહીં અને પાણી માટે એક બે કિલોમીટર દૂર ચાલીને પાણી ભરવા જવુ પડે તેવી પરિસ્થિતિ હતી.જેથી ગામના ભાઈઓ ટ્રેકટર લઈને અને બહેનો માથે બેડા લઈને પાણી ભરવા જતા હતા અને જે પાણી આવતું હતું તે ખારાશવાળું આવતું હતું માટે વાસ્મો દ્વારા લોકભાગીદારીથી 10% ઘર દીઠ અને 90% જન સેવા વિકાસ મંડળ, વાસ્મો દ્વારા જે એ. જી.ઓ. છે અને પાણી બચાવો અને તે ઉપયોગ કેવી રીતે કરવો તે માટે કાર્ય કરે છે તેની સાથે આયોજન કરી પાંદરી ગામના લોકો ભેગા થઈને આ કામ કરેલ અને તેમાં સારી સફળતા મેળવી છે અને હાલ પણ આખા ગામના લોકો બારે મહીના વરસાદી પાણી વાપરે છે અને બીજા લોકો પણ આ કાર્ય કરે અને આગળ આવે તો આપણા ગામમાં કે રાજ્યમાં પાણીનો દુષ્કાળ પડે નહીં આ પાંદરી ગામના લોકો બીજાને રાહ ચીંધે અને બીજા લોકો પણ વરસાદી પાણીનો સદઉપયોગ કરે તો બારે માસ લીલાલહેર રહે અને ગામ અને રાજ્યમાં પાણીની સમસ્યા કાયમી હલ થઈ શકે. જ્યારે પાંદરી ગામની દરેક દિવાલ પર જળ બજાવોના સુત્રો પણ જોવા મળ્યા હતાં.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડી તાલુકાનાં પાંદરી ગામનાં લોકો ઘરમાં ભૂગર્ભ પાણીનાં ટાંકા બનાવીને પાણીનો સંગ્રહ કરે છે.
Advertisement