સુરેન્દ્રનગર જીલ્લાનાં લીંબડી વિસ્તારમાં ગરીબ લોકો તેમનો ધંધો રોજગાર છોડીને કલાકો સુધી અનાજ લેવા માટે લાઇનમાં ઊભા રહે છે. અનાજ મેળવવા માટે સૌ પ્રથમ તેમને કૂપન લેવાની હોય છે જે અંગે તેમને લાઇનમાં ઊભા રહેવું પડે છે મોટી લાઇન હોવા અંગે સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી, કોરોનાનાં ભયનાં કારણે લોકો અનાજ મેળવવા અંગે ભયની લાગણી અનુભવી રહ્યા છે. કોરોના યુગમાં અંગૂઠા પ્રથા પણ બંધ કરવામાં આવી છે ત્યારે હવે કૂપન પદ્ધતિમાં પણ વધુ સારું આયોજન કરવામાં આવે તેવી લોકમાંગ ઊભી થઈ છે. જેથી ગરીબ લોકોને લાંબો સમય કતારોમાં ઊભું ન રહેવું પડે. રેશનિંગનું અનાજ મેળવવા માટે લીંબડી જેવા વિસ્તારોમાં ખેત મજૂરી કામ કરતાં અને અન્ય શ્રમજીવીઓએ કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવાથી તેઓને જે-તે દિવસની રોજી-રોટી પ્રાપ્ત થતી નથી જેથી સરકારી સસ્તા અનાજ અંગે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ ઊભી થઈ છે.
સુરેન્દ્રનગર : લીંબડીમાં સરકારી રાશન લેવા લાંબી લાઇનો લાગતા સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી.
Advertisement