વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનાં દીર્ઘ આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની શુભકામના સાથે સેવા સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભોંયકા તેમજ જામડી ગામના વિવિધ લોક ઉપયોગી અને લોકોના સારા સ્વાસ્થ્યને ધ્યાને રાખી ઉકાળાનું વિતરણ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે લીંબડી તાલુકા ભાજપ દશરથસિંહ ઝાલા, ગોવિદભાઈ લકુમ, લાલજીભાઇ કમેજલીયા, ક્રિપાલસિંહ ઝાલા, હમીરભાઈ સિંધવ, વનરાજભાઈ સિંધવ આગેવાની હેઠળ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ગ્રામ્યમાં માસ્ક વિતરણ, સેનીટાઈઝર તથા દવાઓ તેમજ ઉકાળા વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં ગ્રામ્ય જનોએ લાભ લીધો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement