Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : લીંબડી રાજકોટ હાઈવે પર મોડી રાત્રે એસ.ટી બસ ડીવાઈડરમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.

Share

લીંબડી રાજકોટ હાઈવે પર બોડીયાના પાટીયા પાસે રાજકોટ નવસારી જતી એસ.ટી બસ ડીવાઈડરમાં ઘુસી જતા એસ.ટી બસમાં સવાર આઠ મુસાફરોનો જીવ અધ્ધર થઈ ગયો હતો પરંતુ સદનસીબે બસમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો, ત્યારે ચાલી રહેલ નેશનલ હાઈવેના સિક્સ લાઈનનાં કામમાં આડેઘડ ડીવાઈડર મુકતા અને કોઈપણ પ્રકારના સાઈન બોર્ડ નહીં હોવાથી આ ઘટના સર્જાઈ હોય તેવી લોકચર્ચા ચર્ચાઈ રહી છે. ત્યારે આ લીંબડી રાજકોટ અને રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર અનેક જગ્યાએ આવા બેફામ ડીવાઈડર મુકયા છે પણ સાઈન બોર્ડ નહીં હોવાથી અનેકવાર આવા અકસ્માત સર્જાતા હોય છે અને લોકોને જીવના જોખમે મુસાફરી કરવાનો વારો આવ્યો હોય તેવી હાલત નેશનલ હાઇવે પરની છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

બનાસકાંઠા શક્તિપીઠ અંબાજી યાત્રાધામમાં મંદિરમાં ગર્ભગૃહમાં વીઆઈપી દર્શન કરાયા બંધ

ProudOfGujarat

અમદાવાદ-યુવાનના પેન્ટના ખિસ્સામાં Honor કંપનીના મોબાઈલમાં થયો બ્લાસ્ટ…..

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાના સફાઈ કર્મચારી સાથે નગરસેવકે અભદ્ર વર્તન કર્યું હોવાના આક્ષેપ, જાણો શું કહ્યું હેમેન્દ્ર કોઠીવાલાએ ..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!