Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી તાલુકામાં આમ આદમી પાર્ટીનાં કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા શહેરી વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં એકસી મીટરથી ઓક્સિજન લેવલની તપાસ કરવામાં આવી હતી.

Share

હાલ જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે ત્યારે લીંબડી આમ આદમી પાર્ટી દ્વારા લીંબડી શહેરમાં 6 એકસીમીટર અને ગ્રામ્ય વિસ્તારમાં બે એકસીમીટર મશીન આમ આદમી પાર્ટી દ્વારા કાર્યકરોને ફાળવવામાં આવેલ છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ખુણે ખુણે અને ગલીએ ગલીએ લોકોનું ઓક્સિજન લેવલ તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે જે વ્યક્તિનુ ઓક્સિજન લેવલ 95 થી ઓછુ આવે તેવા લોકોને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઇ હોસ્પિટલમાં તપાસ અને સારવાર અર્થે સલાહ આપવામાં આવે છે. ત્યારે આમ આદમી પાર્ટીના પરસોત્તમભાઈ મકવાણા દ્વારા જણાવાયું હતું કે હાલ ચાલી રહેલ કોરોના મહામારી વચ્ચે અમે લોકોની મદદ કરવા સંપુર્ણ રીતે તૈયાર છીએ.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ-વિરોધ કરનારા લોકો પર થઇ પોલીસ ફરિયાદ-પાલિકા પ્રમુખ જ પોતાના વોર્ડ માં અસલામત…

ProudOfGujarat

ખેડા રોડ પર ખત્રીફાર્મ સામે પાછળ આવતા એક મોપેડ ચાલકે સાયકલને ટક્કર મારી અકસ્માત સર્જાયો

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે ચાર બકરા મૃત હાલતમાં મળતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!