લીંબડી જુના પોલીસ સ્ટેશન સામે આવેલ શાળા નંબર 6 છેલ્લા બે વર્ષથી ધરાશાય કરી દેવામાં આવી હતી ત્યારે બે વર્ષ પછી આ શાળાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે બાંધકામમાં હલકી ગુણવત્તાવાળુ મટીરીયલ વાપરતા હોવાનો આક્ષેપ આ વિસ્તારના રહીશો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે હકીકતમાં છેલ્લી ક્વોલિટીની ગુણવત્તાવાળી ઈંટો જોવા મળી હતી તેમજ રેતી ધુળ જેવી જોવા મળી હતી.
ત્યારે આ બાબતે રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કોન્ટ્રાક્ટર છેલ્લી ક્વોલિટીનું મટીરીયલ વાપરી અને બાંધકામ કરી રહ્યા છે ત્યારે તેમ પણ જણાવ્યું હતું કે આ સ્કુલ આવનાર સમયે જો ધરાશાય થશે અને નાના ભુલકાઓને જાન ગુમાવવાનો વારો આવે તેનો કોણ જવાબદાર થશે. આ બાબતે કોન્ટ્રાક્ટર અશોકભાઈ સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે અત્યારે આ ઈંટો ખરાબ આવી ગઈ છે ખુદ કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે હકીકતમાં આ શાળાના બાંધકામમાં પોલમપોલ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય તેવુ સામે આવ્યું હતું હા જ્યારે આ સ્કુલ બની રહી છે ત્યારે કોઈ અધિકારી પણ તપાસ અર્થે એકવાર પણ ડોકયું નથી કર્યું તેવા આક્ષેપો પણ રહિશો દ્વારા કરવામાં આવ્યા હતાં. હાલ તો રહિશો જણાવી રહ્યા છે કે આ બાંધકામને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ કોઈ અધિકાર હશે કે કોન્ટ્રાક્ટર આવા ભ્રષ્ટાચારી લાલચુ ના કારણે વાલીઓને પોતાના સંતાનો ગુમાવવાનો વારો આવશે તેનો જવાબદાર કોણ આવા પ્રશ્નો રહિશો અને વાલીઓ દ્વારા ઉઠી રહ્યા છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર : લીંબડી શાળા નંબર 6 નાં બાંધકામમાં ભ્રષ્ટાચારનાં આક્ષેપ રહિશો દ્વારા કરવામાં આવ્યા.
Advertisement