Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી મોટાવાસ વિસ્તારનાં નાકે કચરો, દારૂની થેલીઓનો ઢગલો થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

Share

લીંબડી તાલુકાનાં મોટાવાસ વિસ્તારનાં નાકા પાસે રહેણાંક વિસ્તારમાં બેફામ ગંદકીનુ સામ્રાજ્ય બની રહ્યું છે ત્યારે આ રહેણાંક વિસ્તારમાં કચરાપેટી અને મુતરડી આવેલ છે ત્યારે બેફામ દુર્ગંધ આવતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. ત્યારે આ મુતરડીમાં લોકો સ્પેશિયલ દેશી દારૂ પીવા જ આવે છે અને દારૂની થેલીઓનો ઢગલો જામી ગયો છે

ત્યારે આ કચરાપેટીમાં આશરે 5 થી 6 વિસ્તારના લોકો કચરો નાંખવા આવે છે અને લોકો કચરો કચરાપેટીમાં નહીં પણ બહાર ફેંકી ચાલ્યા જાય છે. ત્યારે રહીશો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નગરપાલિકાનાં સફાઈ કર્મચારીઓ છેલ્લા 6 થી 7 મહિનાથી સફાઈ કરવા પણ નથી આવ્યા ત્યારે રહિશોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે હાલ આ કચરાપેટી હટાવવામાં આવે અને આ મુતરડી પાડી દેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

કરજણનાં ધામણજામાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં બે જગ્યાએ ચોરી થતા લોકોમાં ભય…

ProudOfGujarat

મહેમદાવાદના મોદજ ગામની પરીણીતાને પિયરમાંથી તેડી ન જતાં પતિ, સાસુ અને સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી

ProudOfGujarat

ઝઘડિયા પીએચસીએ પોલિયો રસીની ૯૨ ટકા કામગીરી સંપન્ન કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!