Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી : ગત રાત્રે તળાવમાં છલાંગ લગાવી એક યુવાને ઝંપ લાવ્યું હતું.

Share

લીંબડીમાં ગત રાત્રે તળાવમાં છલાંગ લગાવી એક યુવાને ઝંપ લાવ્યું હતું. ત્યારે હાલ લીંબડી મામલતદાર, પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વઢવાણ તરવૈયા ટીમને જાણ કરી હતી. ત્યારે 5 થી 6 કલાક પછી વઢવાણ તરવૈયા ટીમ આવે તે પહેલાં સ્થાનિક તરવૈયાઓથી તળાવમાં શોધખોળ કરતા યુવાનની લાશ શોધી કાઢી હતી. યુવાન લીંબડી ખારાવાસ વિસ્તારનો નામ યશ બાબુભાઈ પરમાર ઉંમર 18 ની લાશ હોવાનું બહાર આવ્યું હતું અને યુવાનને પોતાની સુસાઈટનોટમાં જણાવ્યું હતું કે ગુજકેટની પરીક્ષામા જે રીઝલ્ટ આવ્યું હતું તેવું રિઝલ્ટ નીટ ની પરિક્ષામા આવશે તેવા ભયથી આત્મહત્યા કર્યું હોવાનું સુસાઈટનોટમાંથી જાણવા મળ્યું હતું. ત્યારે સ્થાનિક તરવૈયાઓ જાહિદ બેલીમ, નરેશ ચૌહાણ, વિક્રમ કારડીયા, શાહરૂખ, જગદિશ દેવીપૂજક, જયંતિ દેવીપૂજકની 5 થી 6 કલાકની ભારે મહેનતથી યશ બાબુભાઈ પરમારની લાશ શોધી કાઢી હતી અને તાત્કાલિક લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ગુજરાત સરકાર દ્વારા જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાતા ફટાકડા ફોડવાના રસિકો નિરાશ….

ProudOfGujarat

ટપોરીઓ ચેતી જજો, વડોદરા શહેર પોલીસ દ્વારા ઠેર-ઠેર ગરબા ગ્રાઉન્ડ ખાતે શી – ટીમ તૈનાત કરાઇ.

ProudOfGujarat

સમ્રુધ્ધિની સાથે સંસ્કાર અને સતસંગની આવશ્યકતા વર્તમાન સમયમાં વધારે છે – પૂજ્ય જયભાઈ જોષી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!