Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકાનાં રામરાજપર ગામનાં ખેડૂતોનાં ખેતરોમાં પાણીનો ભરાવો થતા પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાઇ છે.

Share

સુરેન્દ્રનગરની સાથે લીંબડી તાલુકામાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે, ત્યારે લીંબડી તાલુકાના ખેતરોમાં પણ પાણી ભરાઇ જવાની સમસ્યા ખેડૂતોને સતાવી રહી છે, રામરાજપર ગામ પાસે આવેલ વલભીપુર શાખાની કેનાલની દિવાલ પણ તૂટી જવા પામી છે. તાલુકાનાં રામરાજપર ગામે ખેડૂતોનાં ખેતરોમાં પાણી નિકાલની સમસ્યા સર્જાતા ખેતરોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા બળવત્તર બની રહેવા પામી છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં આ પંથકના ખેડૂતોએ મગફળી, બીટી કપાસ, એરંડા, ખારેક, લીંબુ સહિતનાં પાકનું વાવેતર કર્યા બાદ પાક નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત થવા પામી છે. ખેતરોમાં પાણી ભરાઇ જવાની સમસ્યાને કારણે નાના ટીંબલા ગામ પાસે પણ વરસાદી પાણીની સમસ્યા સર્જાવાની ભીતિ વ્યક્ત થવા પામી છે. આથી ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં થયેલ બ્લાસ્ટનાં બનાવમાં બે આરોપીની અટક કરવામાં આવી.

ProudOfGujarat

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ભરૂચમાં અરુણોદય વસ્તી એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

માંગરોલ તાલુકાનાં ઝંખવાવ મુકામે આદિવાસી સુરક્ષા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!