Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર જિલ્લાનાં લીંબડી તાલુકામાં 74 માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી.

Share

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાનાં સેવાસદનનાં પટાંગણમાં 74 માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે લીંબડી ડેપ્યુટી કલેક્ટર હર્ષવર્ધનસિંહ સોલંકીએ ધ્વજવંદન કરાવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, હાથશાળ નિગમના ‌ચેરમેન શંકરભાઇ દલવાડી, લીંબડી મામલતદાર આર.એલ.કનેરીયા, લીંબડી તાલુકા વિકાસ અધિકારી એચ. એફ ભુવાત્રા લીંબડી ડીવાયએસપી ડીવી બસિયા, તેમજ તમામ વિભાગોનાં કર્મચારીઓ હાજર રહ્યા હતા. તેમજ આવી કોરોના મહામારી વચ્ચે કોરોના વોરીયર્સ તરીકે કામગીરી કરેલ ડોક્ટર, મેડિકલ સ્ટાફ, પોલીસ કર્મચારી અધિકારી, શિક્ષકો વિગેરેને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. ત્યારે હાલ કોરોના વાયરસને લઈ સરકારની ગાઈડલાઈન મુજબ ધ્વજ વંદન કરવાની સુચનાને લઈ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનાં પાલન સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

જંબુસરના માર્ગ પર ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કલેકટરને ગણેશ મંડળો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

સફાઇ અભિયાન : સુરેન્દ્રનગર : લખતરની લખતરીયા શેરીની મહિલાઓ લખતર તળાવના નહાવા ધોવાના ઘાટ સાફ કરવા તળાવ પહોંચી.

ProudOfGujarat
error: Content is protected !!