લીંબડીમાં મોટાવાસ વિસ્તારમાં 80 વર્ષથી પણ વધુ જુનું શિતળા માતાજીનુ મંદિર આવેલું છે ત્યારે આ મંદિરમાં દર વર્ષે સાતમે સવારથી જ ભક્તોની ભીડ જામી જતી હોય છે અને માતાજી ધુન, ભજન કીર્તનના નાદ આ મંદિરમાં મહિલાઓ દ્વારા ગુંજતા હોય છે. ત્યારે આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વિસ્તારના લોકોએ સાદગીથી સાતમની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ રાખી તેમજ ફરજીયાત માસ્ક પહેરીને મહિલાઓ પુજા અર્ચના અને નિવેજ કરવા આવી રહી છે અને એકબીજાથી દુર રહીને શિતળા માતાજીને શ્રીફળ, કુલેર, મીઠાનો નૈવેધ ધરાવવામાં આવી રહ્યો છે અને અને શિતળા સાતમના દિવસે શિતળા માતાજી પાસે વિશ્વમાં કોરોનાનો કહેર મટે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement