છેલ્લા ત્રણ માસની ફી નહીં ભરતા સ્કુલ પ્રસાસને રિઝલ્ટ નહીં આપ્યું હોવાનો વાલીઓએ કર્યો આક્ષેપ ઘણા બધા વાલીઓએ સેન્ટ થોમસ સ્કૂલમા વાલીઓ સાથે આવો વ્યવહાર કરતા પોતાના બાળકનું લિવિંગ સર્ટિફિકેટ કઢાવવાનો નિર્ણય કર્યો. આવી વૈશ્વિક કોરોના મહામારી વચ્ચે બાળકોનો અભ્યાસ રજળ્યો તેના જવાબદાર કોણ વાલીઓએ ઉઠાવ્યા સવાલ. છેલ્લા ત્રણ માસની ફી નહીં ભરતા સ્કુલ પ્રસાસને રિઝલ્ટ નહીં આપ્યુ હોવાની વાત સેન્ટ થોમસ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે કરતાં પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે અમને સરકારનો કોઈ લેખિત આદેશ નથી મળ્યો ફી તો ફરજિયાત ભરવી જ પડશે તેમજ સરકાર જે નિર્ણય કરશે અને લેખિતમાં અમારી સ્કુલને આપશે તે નિર્ણયનો અમે પુરેપુરો અમલ કરીશું તેમ સેન્ટ થોમસના પ્રિન્સિપાલે મિડિયા અને વાલીઓ સમક્ષ જણાવ્યું હતું.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement