આજ તા.૫ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ ૫૦૦ વર્ષથી અયોધ્યા નગરીમાં ભગવાન શ્રી રામ મંદિરનાં વિવાદિત પ્રશ્નનો કાયમી નિરાકરણ કરી ભગવાન શ્રી રામ ચંદ્રજીનાં મંદિરનાં શિલાન્યાસ માટે આપણા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનાં અધ્યક્ષ સ્થાને શીલાન્યાસ થયો જેથી આજ દુનિયાભરમાં ઐતિહાસિક દિવસ તરીકે મનાવવા લીંબડી શહેર ભાજપ પરિવાર દ્વારા કોરોના મહામારીને ધ્યાને રાખી લીંબડી સરોવરિયા હનુમાનજી મંદિર પાસે શ્રી રામ મંદિરે ૧૨:૩૦ વાગ્યે મહા આરતીનો કાર્યક્રમ રાખેલ જેમા લીંબડી શહેરનાં હિન્દૂ સમાજનાં ભાજપ આગેવાનોમાં લીંબડી શહેર ભાજપ પ્રમુખ મુકેશ શેઠ, બિપીનભાઈ પટેલ, રાજુભાઇ ભરવાડ, દલસુખભાઈ ચૌહાણ, મોબાતસિંહ સોલંકી, કિશોરસિંહ રાણા, યશવંતભાઈ પરમાર, ચેતનભાઈ શેઠ તથા શ્રી રામ ભકતો ભાઈ, હાજરી આપી એક બીજાને મીઠુ મોઢું કરાવી રામ મંદિરના ભૂમિ પૂજનની ઉજવણી કરી કાર્યક્રમ પૂર્ણ થયો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
રામલલ્લાની જન્મ ભૂમિ અયોધ્યામાં રામ મંદિરનાં શિલાન્યાસ પ્રસંગને લઈ લીંબડી શહેર ભાજપનાં કાર્યકરો દ્વારા મહાઆરતી કરાઇ અને લીંબડી શહેર ભાજપનાં કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજી કરી.
Advertisement