Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી હાઈવે પર એસ.ટી અને પોલીસની ટ્રાફિક ડ્રાઈવ કરીને 8 વાહનો ડિટેઈન કરતા અડીંગો જમાવી બેઠેલા ખાનગી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો.

Share

લીંબડી એસ.ટી બસસ્ટેન્ડ અને નેશનલ હાઈવે પર અડીંગો જમાવી બેઠેલા ખાનગી વાહન ચાલકો મુસાફરોને ખેંચી એસ.ટી વિભાગ સહિત સરકારી તિજોરીને ભારે નુકસાન પહોંચાડી રહ્યાંની વ્યાપક ફરિયાદ ધ્યાનમાં રાખી રાજકોટ એસ.ટી વિજિલન્સ ટીમના પી.સી.રાણા, પીએસઆઈ એસ.એસ.વરૂ સહિત પોલીસ ટીમે ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી.નેશનલ હાઈવે પર પરમીટથી વધુ પેસેન્જરો ભરેલા, ટ્રાફિકને અડચણરૂપ બનતા અને જાહેરનામાનો ભંગ કરતા 7 ઈકો અને 1 અર્ટીકાના વાહનચાલકોને ઝડપી પાડયા હતા. લીંબડી હાઈવે ઉપર પર એસ.ટી વિજિલન્સ અને પોલીસ ટીમની સંયુક્ત ટ્રાફિક ડ્રાઈવના સમાચાર ફેલાતા જાહેરનામાનો ભંગ કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વાપીની જીવાદોરી સમાન રેલવે ઓવર બ્રિજ બંધ થતાં ડાયવર્ઝન રસ્તાઓ પર ટ્રાફિકની ભરમાર, તંત્ર સુચારુ આયોજનના પ્રયાસમાં

ProudOfGujarat

નવસારી નેશનલ હાઇવે નં. 48 પર ગણેશ સિસોદ્રા નજીક કારમાં આગ લાગતા અફરાતફરી માહોલ સર્જાયો હતો…..

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં રાણીપુરા મલ્ટી પર્પઝ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!