લીંબડી મોટા મંદિરે જન હિતને ધ્યાને રાખી સ્વેચ્છાએ ચાતુર્માસ દરમ્યાન યોજાતી કથા સ્થગિત કરવામાં આવ્યું તેમઝ ૧૩૦ વર્ષ જૂના સોના-ચાંદીના હિંડોળા દર્શન પણ બંધ રાખવામાં આવ્યું. ત્યારે 130 વર્ષ જુની પરંપરામાં કોરોના વિધ્નરૂપ સાબિત થયો.
કોરોના ની વૈશ્વિક મહામારી વચ્ચે ઝાલાવાડની ધાર્મિક જગ્યા ઓમાં ઉજવાતા શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક ઉત્સવો બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે નિમ્બાર્ક સંપ્રદાય નું સૌથી મોટું મનાતું લીંબડી ખાતે શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્કપીઠ મોટા મંદિર ખાતે ૧૩૦ વર્ષ જૂની પરંપરામાં કોરોના વિધ્નરૂપ સાબિત થયો છે. મોટા મંદિર ખાતે ચાતુર્માસ દરમ્યાન કથા યોજાય છે. આ કથાનો હજારોની સંખ્યામાં ભાવિક જનો લાભ લે છે. ત્યારે આ વર્ષે જનહિતની ધ્યાને રાખી કોરોના ના કારણે સ્વેચ્છાએ કથા સ્થગિત કરી છે. તેમજ ભક્તો ઘરે રહીને સુંદરકાંડ, હનુમાન ચાલીસા પાઠ કરે અને કોરોનાની વૈશ્વિક મહામારી દેશ અને દુનિયામાંથી નાબૂદ થાય તેવી ભગવાન ને પ્રાર્થના કરવા મોટા મંદિરના મહંત પ.પૂ. મહંત શ્રી લલિતકિશોરદાસજી બાપુએ સર્વે ભક્તજનોની અપીલ કરી છે. આ મંદિરમાં ૧૩૦ વર્ષ જૂના સોના-ચાંદીના હિંડોળા દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે. ત્યારે આ વર્ષે કોરોનાની મહામારી ના કારણે હિંડોળા દર્શન પણ બંધ રાખેલ છે. આ ઉપરાંત જન્માષ્ટમી મેળો, કથા અને નવરાત્રીથી લઈને દિવાળી સુધી ઉજવાતા ઉત્સવો પણ બંધ રાખવામાં આવ્યા હોવાનું મોટા મંદિર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
કલ્પેશ વાઢેર :- સુરેન્દ્રનગર