Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : દશ શકુનીયોને રોકડ રૂપિયા ૫૮,૮૪૦/- ના મુદ્દામાલ સાથે જુગારીયોને જુગાર રમતા પકડી પાડતી લીંબડી પોલીસ.

Share

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધીક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબની સુચનાથી પોત જુગાર અંગેની પ્રવૃતિ નેસ્તા નાબુદ કરવાની સુચનાથી તેમજ ના.પો.અધિ. ડી.વી.બસીયા લીંબડી ડીવીઝનનાં માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ એસ.એસ.વરૂ તથા એ.એસ.આઇ. એમ, ધાધલ તથા પો.હેડ.કોન્સ હરપાલસિહ પરમાર તથા પો.હેડ.કોન્સ દશરથસિંહ પરમાર, પો. કોન્સ રવિરાજસિંહ ઝાલા, તથા પો.કોન્સ. હરદીપસિંહ ઝાલા તથા પો.કોન્સ ક્રિપાલસિંહ ઝાલા તથા પો.કોન્સ કીરીટસિંહ રાઠોડ વિગેરે સ્ટાફ સાથે લીંબડી પો.સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન પો.સબ.ઇન્સ એસ.એસ.વરૂને ચોકકસ બાતમી મળેલ કે લીબડી મહાલક્ષ્મી રોડ જીવા મલીકનો ખાંચામાં આવેલ સુલતાનશા કાળશાના રહેણાંક મકાનમાં દીલાભાઇ પ્રતાપભાઈ ચુવાળીયા કોળી તથા દેવાભાઇ ઉર્ફે હકાભાઈ જોગરાણા રહે.બંને લીંબડીવાળા બહારથી માણસો બોલાવી પૈસાની હારજીતનો ગુલદી પાસા વડે જુગાર રમાડી જુગારનો અખાડો ચલાવે છે જે બાતમી આધારે જુગાર અંગે રેડ કરતા ગુડદી પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા ઈસમો 13 વિરૂધ લીબડી પોલિસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસે ચોરીના ઇરાદે આવેલ બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાએ શહેરા લાભી ગામે તળાવો ઉંડા કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું.

ProudOfGujarat

ગરૂડેશ્વર તાલુકાના ઓરપા ગામે અસ્થિર મગજની મહિલાએ ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરતા મહિલાનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!