સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કહેર યથાવત છે ત્યારે લીબડીમાં કોરોના કહેરમાં અત્યાર સુધીમાં કુલ 63 કોરોના પોઝિટિવ કેસ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં નોંધાયા છે. ત્યારે આ કુલ 63 કોરોના પોઝિટિવ કેસમાંથી 32 લોકો કોરોનાને માત આપી સ્વસ્થ બનતા રજા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવમાંથી ત્રણ લોકોના મૃત્યુ થયા છે. જેમાં એક ગ્રામ્ય વિસ્તારના અને બે શહેરી વિસ્તારમાં મૃત્યુ થયેલ છે ત્યારે હાલ 28 કોરોના પોઝિટિવ લોકો સારવાર હેઠળ કોવિડ 19 હોસ્પિટલમાં દાખલ છે ત્યારે હાલ કોરોના પોઝિટિવ કેસ દિન-પ્રતિદિન વધતા લીંબડી તાલુકાની દયનીય સ્થિતિ છે જો લોકો દ્વારા કાળજી રાખવામાં નહીં આવે તો આવનાર સમય લીંબડીની પ્રજા માટે જોખમી બનશે તો કામ સિવાય ઘરની બહારના નિકળો ઘરમાં રહો સુરક્ષિત રહો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement