Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી સિવિલ હોસ્પીટલમાં ડોકટર બ્રિજેશ પરમારની દર્દીઓ સાથે ગેરવર્તણુંક વ્યવહાર

Share

 

Advertisement

(કલ્પેશ વાઢેર )રેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકામાં શ્રી આર.આર. હોસ્પીટલ આવેલ છે અને આ હોસ્પીટલમાં છેલ્લા ઘણા સમયથી ડોકટરોનો મહેકમ ખાલી છે ત્યારે કોન્ટ્રાકટ ઉપર આ સરકારી હોસ્ટપીટલમાં ડોકટરો ભરવામાં આવેલ છે તેમ છતા તમામ ડોકટરોનો દર્દીઓ સાથે સારવાર દરમ્યાન વ્યવહાર સારો હોય છે પણ એક એવા પણ કોન્ટ્રકટ ઉપર નોકરી કરતા ડોકટર છે કે જે દર્દીઓ સાથે તુ તારી જેવો વ્યવહાર કરી રહયા છે અને જેઓ લીંબડી શહેરનાજ વતની છે જેથી પોતાની મનમાની દર્દીઓ સાથે આદરી રહેલા છે આ ડોકટર બ્રિજેશ પરમાર છે અને જે પોતાની ફરજના સમય દરમ્યાન સતત પોતાના મોબાઇલમાં ચિપકેલા જ રહે છે ત્યારે આ ડોકટરને કોઇ સાચી વાત કરે તો તે સામેના વ્યકિતને તોસડીયો જવાબ આપીને અપમાનીત પણ કરતા અચકાતા નથી બીજી વાત એ પણ છે કે કોઇ દર્દી ઇમરજન્સી સારવાર લેવા જાય છે ત્યારે આ ડોકટર દર્દીનો કેસ પેપર પર રજીસ્ટર કરતા નથી અને પોતાની મનમાની આદરીને દર્દીની તપાસ કર્યા વગર દવાની ગોળીઓ આપીને રવાના કરી આપે છે, જો કોઇ દર્દીના સગા સંબંધી આ બાબતની વાત ડોકટર બ્રિજેસ સાથે કરે તો ડોકટર બ્રિજેશ સામેના વ્યકિતને તુ ડોકટર છો હું ડોકટર છું આમ તુ તારી જેવા શબ્દોનો પ્રયોગ કરી સામેના વ્યકિતની માનહાની કરતા હોય છે


Share

Related posts

તેરી અદાઓ પે મેં વારી વારી’ બીજા નોરતે બરોડિયન ગર્લ્સે ગ્રાઉન્ડ પર મચાવી ધૂમ

ProudOfGujarat

મેહદવિયહ સમાજ દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ.

ProudOfGujarat

વડોદરા : ફાઈન આર્ટસમાં તા.૫ અને ૬ મે ના રોજ વિદ્યાર્થીઓની કલાકૃતિઓ પ્રદર્શિત કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!