આજથી એક વર્ષ પહેલા લિંબડી સિવિલ હોસ્પિટલનાં આઈ વોર્ડમાં ડોક્ટર જયેશ વેસેટીયનની દેખરેખ હેઠળ દિનપ્રતિદિન આંખોનો ઓપરેશન માટે જતા હતા જેવા કે આંખની સારી કાઢવી, વેલ કાઢવી, મોતિયાના ઓપરેશન જેવા વગેરે ઓપરેશન થતાં હતાં. પણ એક વર્ષ પહેલાં ડોક્ટર જયેશ વેસેટીયનની બદલી ધોરાજીથી જતાં હાલ તમામ પ્રકારના ઓપરેશન બંધ થય ગયા છે અને પ્રાઈવેટ હોસ્પિટલમાં પ્રજા લુંટાઈ રહી છે અને લીંબડીની ગરીબ પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હજારો રૂપિયા વેડફીને બહાર આંખની સારવાર લેવી પડી રહી છે ત્યારે આ બાબતે લીંબડી અધિક્ષકને આ બાબતે વાત કરતા લીંબડી સિવિલ અધિક્ષકે જણાવ્યું હતું કે અમે આ બાબતે જે-તે લગતા વિભાગમા લખી આપ્યું છે તેમ છતાં આજદિન સુધી કોઈ આંખના સર્જન મુકાયા નથી તે સિવાય હાલ લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફક્ત ત્રણ જ મેડીકલ ઓફિસર ડોક્ટર છે અને તે બાબતે પણ લખીને જે તે વિભાગને મોકલી આપ્યું છે. ત્યારે હાલ લીંબડી સિવિલ હોસ્પિટલ એટલે અંધેરી નગરી ગંડુ રાજા અને રામ રાજ્ય અને પ્રજા સુખી જેવી હાલત છે. જાણે લીંબડી તંત્ર અને રાજકારણીઓને લીંબડીની પ્રજાની કઈ પડી જ ના હોય તેમ જણાય આવે છે અને લીંબડીની પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર