Proud of Gujarat
GujaratFeaturedINDIA

કોંગ્રેસનાં ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતા લીંબડી કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા હઠીલા હનુમાન મંદીરમાં હવન કરવામાં આવ્યો.

Share

લીંબડી ખાતે હઠીલા હનુમાન મંદીરમાં ભરતસિંહ સોલંકીનાં સ્વાસ્થયને લઇને હોમહવન કરવામાં આવ્યો. કોંગ્રેસનાં ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતા લીંબડી કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા હવન કરવામાં આવ્યો. લીંબડી ધંધુકા હાઈવે ઉપર આવેલ હઠીલા હનુમાન મંદિર ખાતે હોમ હવન કરવામાં આવ્યો હતો અને ભરતસિંહ સોલંકી જલ્દી સાજા થઈ જાય સ્વસ્થ બની પાછા ફરજ ઉપર આવી જાય તેમજ દેશભરમાં કોરોના મહામારી દુર થાય તે માટે હોમ હવન કોંગ્રેસ દ્વારા આજે કરવામાં આવ્યો. ત્યારે આ કાર્યક્રમમાં ચેતનભાઈ ખાચર, કલ્પનાબેન ધોરીયા, રધુભાઈ ભરવાડ, તેમજ કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા ‌ત્યારે આ કાર્યક્રમનું આયોજન લીંબડી કોંગ્રેસ પ્રમુખ રણજીભાઈ પરાલીયા અને લીંબડી કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતુ.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી –રાજકોટ હાઇવે પર વસ્તાડી પાટિયા પાસે ખાનગી લકઝરી બસ પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

જંબુસર તાલુકાના એસ. ટી. ડેપોમાં પૈસાની લેવડદેવડ અંગે એક ઈસમ પર ચપ્પુ વડે હુમલો.

ProudOfGujarat

ઝઘડિયા ખાતે મીશન શાળામાં કાનુની જાગૃતિ શિબિર યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!