Proud of Gujarat
INDIAFeaturedGujarat

લીંબડી : ગઈકાલે માજી. ધારાસભ્ય કિરીટસિંહ રાણાનો જન્મ દિવસ હતો તે નિમિત્તે આજે એસ.ટી.ડેપોનાં કર્મચારીઓને સેનેટાઈઝર તથા માસ્ક વિતરણ કરવામાં આવ્યું.

Share

હાલનાં સંજોગોમાં સમગ્ર ભારતમાં કોરોના કહેર લાગી ગયો છે અને આ મહારોગનાં કેસો વધતા જાય ત્યારે લીંબડીમાં કોરોનાનાં કેસો પણ વધતા જતા આજે લીંબડી એસ.ટી. ડેપો કર્મચારીનાં સ્વરક્ષણ માટે આજે સેનેટાઈઝર તેમજ માસ્ક વિતરણ લીંબડીનાં લોક લાડીલા માજી. ધારાસભ્ય કિરીટસિંહ રાણાનાં હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લીંબડી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ શેઠ, નગરપાલિકા સદસ્ય બીપીનભાઈ પટેલ, એસ.ટી. સલાહકાર વનરાજસિંહ રાણા, ઘનશ્યામભાઈ ભટ્ટી, લીંબડી ડેપો મેનેજર દિલીપભાઈ પરમાર તેમજ એસ.ટી.ના દરેક કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એસ.ટી. ડેપોનાં કર્મચારીઓમાં મદનસિંહ જાડેજા, લલિતભાઈ સોલંકી, ડી.સી.રાણા, પૃથ્વીરાજસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઝઘડિયા એસટી ડેપોની ખખડધજ બસોના કારણે મુસાફરોને પડતી હાલાકિ

ProudOfGujarat

તરણેતર પશુ પ્રદર્શન હરીફાઈ : દેશી જાતની પશુ જાતોને પ્રોત્સાહિત કરવાનો અનોખો પ્રયાસ

ProudOfGujarat

ટ્રાફીક સમસ્યા માટે સુરત ટ્રાફિક પોલીસ 35 દિવસ સુધી આઈ ફોલો કેમ્પિયન ચલાવશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!