લીંબડી ચુનારાવાડ વિસ્તારમાં કોઈપણ પ્રકારની સામાન્ય સુવિધાઓ નહીં હોવાથી લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. ત્યારે હાલ લીંબડી રેલવે ફાટકથી ચુનારાવાડ તરફ જવાનો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી નહીં બનતા રહિશોમાં આક્રમક આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે હાલ વરસાદી માહોલ હોવાથી રસ્તા પર પડેલા ખાડા પાણીથી ભરાઈ જાય છે અને લોકોને ચાલવા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે
ત્યારે લીંબડી તાલુકાનાં વોર્ડ નંબર 6 નાં નગરપાલિકાનાં સભ્ય ભરતભાઈ દવેએ તમામ રહિશોને સાથે લીંબડી નગરપાલિકાનાં પ્રમુખ અને ચીફ ઓફિસરને મૌખિક અને લેખિત રજૂઆત કરવા ગયેલા ત્યારે પ્રમુખ અને ચીફ ઓફિસર હાજર નહીં હોવાથી વિસ્તારનાં રહીશોમાં આક્રોશની લાગણી જોવા મળી હતી અને કહ્યું હતું કે અમારા આ વિસ્તારનાં પ્રશ્નોનો સાંભળવાવાળું કોઈ નથી ત્યારે આ બાબતે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement